Sunday, July 24, 2016

Pizza

પીઝઝા ના એ આઠ ટુકડા..........

જરુર થી એકવાર તો વાંચજો

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે...

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને... તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા....
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો...

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો,

બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો,

ત્રીજો મંદિર માં પ્રસાદ નો,

ચોથો ભાડા નો,

પાંચમો ઢીંગલી નો,

છઠ્ઠો બંગડી નો,

સાતમો જમાઈ ના બેલ્ટ નો

અને આઠમો બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી...

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.
“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

You start dying slowly.

Pablo Neruda, Spanish poet
Nobel Prize for Literature in 1971
His Poem:

"You start dying slowly"

You start dying slowly ;
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.
You start dying slowly:

When you kill your self-esteem,
When you do not let others help you.
You start dying slowly ;

If you become a slave of your habits,
Walking everyday on the same paths…
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.
You start dying slowly:

If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.
You start dying slowly:

If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself,
At least once in your lifetime,
To run away.....
You start dying Slowly !!!

Love your life Love yourself...


पाब्लो नेरुदा, स्पेनिश कवि

1971 में साहित्य के लिए नोबेल पुरस्कार

उनकी कविता:


"आप धीरे-धीरे मरने लगते हैं"


तुम धीरे-धीरे मरने लगते हो;

यदि आप यात्रा नहीं करते हैं,

यदि आप नहीं पढ़ते हैं,

यदि आप जीवन की आवाज़ नहीं सुनते हैं,

अगर आप खुद की सराहना नहीं करते हैं।

आप धीरे-धीरे मरने लगते हैं:


जब आप अपने आत्मसम्मान को मारते हैं,

जब आप दूसरों को आपकी मदद करने नहीं देते।

तुम धीरे-धीरे मरने लगते हो;


यदि आप अपनी आदतों के गुलाम बन जाते हैं,

एक ही रास्तों पर हर रोज चलना ...

यदि आप अपनी दिनचर्या में बदलाव नहीं करते हैं,

यदि आप अलग-अलग रंग नहीं पहनते हैं

या आप उन लोगों से बात नहीं करते जिन्हें आप जानते नहीं हैं।

आप धीरे-धीरे मरने लगते हैं:


यदि आप जुनून महसूस करने से बचते हैं

और उनकी अशांत भावनाएं;

जो आपकी आंखों को चमकदार बनाते हैं

और आपका दिल तेजी से धड़कता है।

आप धीरे-धीरे मरने लगते हैं:


यदि आप जोखिम नहीं उठाते हैं तो अनिश्चित के लिए क्या सुरक्षित है,

यदि आप एक सपने के बाद नहीं जाते हैं,

यदि आप खुद को अनुमति नहीं देते हैं,

कम से कम एक बार अपने जीवनकाल में,

भाग जाना.....

तुम धीरे-धीरे मरने लगे !!!


अपने जीवन को प्यार करो अपने आप को प्यार करो ...

Saturday, July 23, 2016

અમીરી કે સમૃદ્ધિ !!

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

Tuesday, July 12, 2016

બચત - બીજો ભાઈ

આ કોઇ કાલ્પનિક વાર્તા નહી પરંતુ વાસ્તવિક  હકીકત છે.

કોઇ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે ફરવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વણિક સાથે થયો. બંને વડીલો વાતે વળગ્યા.

વણિક : શું ચાલે છે બાપા ? મજામાંને ?

પટેલ : હા હો મજામાં. ભગવાનની બહુ દયા છે ગામડે ખેતીવાડી કરીએ અને મજા કરીએ.

વણિક : ગામડે કોણ કોણ રહો છો? પટેલ : અરે અમે તો ડોશી-ભાભો બે જ છીએ. બે દિકરા છે અને બંને સુરત રહે છે.

વણિક : તમને કોઇ બિમારી-બિમારી આવે કે તકલીફ પડે તો પછી દિકરા-વહુ સુરતથી આવે કે નહી?

પટેલ : આડા દિવસે તો ન આવી શકે પણ દિવાળીની રજા પડે ત્યારે થોડા દિવસ આવે.

વણિક : જ્યારે વહુ અને દિકરાઓ દિવાળી પર ઘરે આવે ત્યારે તમે કંઇ ભેટ આપો કે નહી ?

પટેલ : હા, આપુને. બંને વહુને પગે લાગવાના 100-100 રૂપિયા આપુ.

વણિક : અરે બાપા, 100-100 આપો તો પછી તમારી બીમારી વખતે સુરતથી અહીંયા કોઇ લાંબુ ન થાય ! એ તો 10000નો ડટ્ટો દેવો પડે.

પટેલ : પણ હું આટલી બધી રકમ ક્યાંથી આપુ ? મારે થોડી કંઇ ફેકટરીઓ ચાલે છે ? ખેતર છે એ પણ દિકરાઓને ભાગ પાડી દીધા છે અને દિકરાઓ જ્યારે દિવાળી પર આવે ત્યારે અમને ખોરાકીના આપી જાય છે એમાંથી માંડ ઘર ચાલે તો પછી 10000નો ડટ્ટો ક્યાંથી આપીએ ?

વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી ?

પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

વણિક : પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?

પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

વણિક : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.

પટેલ : લે એ કેવી રીતે ?

વણિક : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વિકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.

પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

વણિક : મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળે છે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.

પટેલ : ઓહો....આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?

વણિક : વહુ પાસે માંગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે.

પટેલ : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, બચતનું મહત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ.

Saturday, July 9, 2016

Suicide....

આપઘાત કરતા પહેલાં સો વાર વિચારવું...

હ્રદય ને સ્પર્શી જાય એવી વાત

તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને...

તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય માં પ્રથમ આવી...

પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે જોઈએ એ માંગ હું તને લાવી આપીશ.

દીકરી : પપ્પા, મારે પેલો ડ્રેસ જોઈએ છે જે મેં તમને એ દિવસે બતાવ્યો હતો,પણ એ ૨૦૦૦ રૂપિયા નો હતો એટલે મેં તમને ત્યારે કહ્યું ન હતું, શું તમે મને એ ડ્રેસ લાવી આપશો ?

પિતા : સારું બેટા
( પરંતુ તેની બધી બચત એક કર્યા પછી પણ તેમાં ૩૦૦ રૂપિયા ખૂટતા હતા તેમ છતાં એમને આ ડ્રેસ કેવી રીતે ખરીદ્યો હશે ?)

પત્ની : તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા ?

પતિ : મારી બચત માંથી અને જે ખૂટતા હતા એ મારુ લોહી વેચી ને લાવ્યો,હું મારી દીકરી ને નિરાશ કરવા નથી માંગતો.

હવે તે દીકરી તેના ડૉક્ટરી ના છેલ્લા વર્ષ માં હતી,પરતું તેની ફી ૮૦૦૦૦ રૂપિયા હતી.

પત્ની : હવે તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા,તમે કોઈ બેંક માં ચોરી કરી ?

પતિ : ના , મેં તે દિવસે જે વ્યક્તિ ને મારુ લોહી આપ્યું હતું તેની કિડની ખરાબ થઇ ગઈ હતી, આજે મેં મારી એક કિડની તેને વેચી ને આપણી દીકરી ની ફી ભરી.મેં કોઈ બેંક માં ચોરી નથી કરી, અને કિડની ની વાત તું દીકરી ને ના કરતી હું નથી ઇચ્છતો કે તેને દુઃખ થાય...

પરિણામ નો દિવસ આવી ગયો,પિતા ઇચ્છતા હતા કે દીકરી ઘર માં ડોક્ટર બની ને આવે, પરંતુ....

ઘરે *દીકરી ની લાશ આવી,પ્રેમ માં દગો મળવાથી દીકરી એ આપઘાત કરી લીધો......*

હવે સાચું કહો મર્યું કોણ ?

હા, પ્રેમ બધું જ છે પરંતુ જો તમે ક્યારે તમારો પ્રેમ ઘુમાવીદો તો એક ઊંડો શ્વાશ લો અને તમારા માતા પિતા નું વિચારો....

કેમકે તમને કદાચ બીજો પ્રેમ મળી જશે,
પરંતુ તમારા માતા પિતા ને ફરી એમનો રાજકુમાર/રાજકુમારી નહિ મળે......

લેખક-અજ્ઞાત