Wednesday, November 28, 2018

જીવન

કદીક સીધું, કદીક આડું
ચાલ્યાં કરવાનું આ ગાડું.

કર્મની ઘંટી દળતી રહેતી
થોડુંક ઝીણું, થોડુંક જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો
ઈચ્છાઓનું આવતું ધાડું.

આવ હૈયું ખાલી કરીએ
સાવ નકામું ભરવું ભાડું !

આંસુનાં તોરણો બાંધીને
આંખો પૂછે, સેલ્ફી પાડું ?

ઘડીક અંદર, બહાર ઘડીકમાં
શ્વાસોશ્વાસને બન્ને હાથે લાડું.

મંઝીલ દેખાય દૂર સામે, પણ
જીવન રોજેરોજ ઊતરે આડું

આ જીવન છે જ અડવીતરું
બસ, દિલથી જીવી લો થોડું !

અજ્ઞાત કવિ

1 comment:

  1. આ મારી લખેલી ગઝલ છે : હિમલ પંડ્યા

    ReplyDelete