ગર્ભોપનિષદ (પરિચય યાત્રા) __ પં. ડો. હિતેષ એ. મોઢા
આ નાનો ઉપનિષદ ગ્રંથ અથર્વવેદની નવ શાખા અંતર્ગત આવે છે. અથર્વવેદની કુલ નવ શાખા અને તેની અનેક પ્રશાખા હતી. હાલ કેવળ જ બે શાખાનાં પુસ્તકો ઉપલબ્ધ છે. બાકીનાં ગ્રંથો, અનુપલબ્ધ છે. અથર્વવેદનો + પિપ્પલાદનો અભ્યાસ કરતાં એવું પ્રતિત થાય છે, અથર્વવેદની શાખા બહુ વિસ્તાર ધરાવતી હોવી જોઈએ.
આયુર્વેદ, ચિકિત્સા, પ્રજનન વિજ્ઞાન, શલ્ય ચિકિત્સા, અસાધ્ય રોગો, ભેજષ, વનસ્પતિ વિદ્યા, ખગોળ, ભૂગોળ, અર્થશાસ્ત્ર રાજશાસ્ત્ર, ક્ષાત્રવિદ્યા, ઈત્યાદીનું સંક્ષેપ્ત જ્ઞાન અથર્વવેદમાં આપવાં આપ્યું છે. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે, આ તમામ જટીલ વિષયોની શાખા આ વેદ અતંર્ગત હોવી જોઈએ. અને આ દરેક વિષય પર પુરતાં ગ્રંથો અને સંશોધન વિદ્યમાન હોવાં જોઈએ.
અથર્વવેદની પૈપલ કે પિપ્પલાદ શાખા અંતર્ગત, અનેક ગ્રંથો અને ઉપનિષદ હતાં, તેમાંથી આપણે પ્રશ્નોપનિષદની યાત્રા આપણે અગાઉ કરી ચૂકયાં છીએ. આ જ પિપ્પલાદનું અન્ય એવમ નાનું ઉપનિષદ એટલે ગર્ભોપનિષદ. આ ઉપનિષદ કુલ ૨૨ છંદબદ્ધ મંત્ર છે.
આપણે ફરીથી ટૂંકમાં પિપ્પલાદનો પરિચય મેળવી લઈએ.
આ પૈપલ એટલે પિપ્પલાદ. આ શાખાનાં ડીન અથવા સ્થાપક, પ્રસારક પિપ્પલાદ હતાં. તેને વેદોમાં મૂનિવર કહેવાંમાં આવતાં હતાં, તેઓ મહર્ષિ દધિચીનાં પુત્ર હતાં. મૂનિવર એટલે ૠષિ પહેલાંની ઉપાધી. ઘણા દાર્શનિકોને ઋષિ પણ કહેતાં હતાં. દધીચિનાં મૃત્યુ સમયે પિપ્પલાદ તેની માતા પ્રાતિથેયીનાં ઉદરમાં હતાં. મૃત્યુનાં સમાચાર સાંભળતાં તેને ઉદરવિદારણ કરી ગર્ભને બહાર કાઢી, પિપળાની નીચે રાખી, દધિચી પાછળ સતિ થઈ જાય છે. મિત્રો, આ ઉદરવિદારણ એટલે સીજેરીયન જેમાં બાળક ને ઉપરથી કાઢવાંનું, તથા આખેઆખુ ગર્ભાશય બહાર કાઢવું, તમે નક્કી કરજો કે આ સમયે આયુર્વેદ કમ વૈદિક મેડિકલ સાયંસ ટેકનોલોજી કેટલી અગ્ર હશે !!!!! સંસ્કૃતમાં પિપ્પલનાં અર્થ જોઈએ, પિપળો, સ્લીવ, બાંય, કે તેવી ડિવાઈસ, દોરા વડે ટાંકા લેવાં તે, પીન, નિપ્પલ વગેરે વગેરે...... બે અર્થ તો વિજ્ઞાન સંબંધિત છે. પિપળા નીચે, ગર્ભાશયમાં રહેલ ભ્રૂ સાથે આખા ગર્ભાશયનું વિદારણ કરી પિપળા હેઠે રાખવાંથી બાળક જન્મી શકે ??? આ એક મેટાફર છે, અથવા પ્રતિકાત્મક છે, અથવા પિપલ નામની હ્યુમન બાયોલોજી & મેટરનિટીની શાખાનું નામ પણ હોઈ શકે. અથવા પિપળામાંથી કોઈ વિશિષ્ટ ઔષધિ કે વિશિષ્ટ મેટરનિટી કે બાયોલોજીકલ ટેકનોલોજીનું નિર્માણ થતું હોવું જોઈએ.
આ પિપ્પલાદનું ગર્ભોપનિષદ વાંચ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જાય છે, આ સમયે, આયુર્વેદ + ગાયનેકોલોજી અત્યુત્તમ અગ્ર હતું. આ ગ્રંથમાં પ્રિનેટલ ડેવલપમેંટ, એંબ્રયોનિક ડેવલપમેંટ, ફેટલ ડેવલપમેંટ ઈત્યાદીનું સૂત્રાત્મક વૈજ્ઞાનિક જ્ઞાન એટલે ગર્ભોપનિષદ. જેમાં ગર્ભાધાનથી લઈને ભ્રૂણ અને ગર્ભ ની સંપૂર્ણ વિકાસ યાત્રા ત્થા જન્મ સુધીનું જ્ઞાન દર્શાવ્યું છે. અહીં પંચમહાભૂતની ભૂમિકા શું છે, એ પણ સ્પષ્ટ દર્શાવ્યું
આ ગ્રંથમાં એક્સ અને વાય ક્રોમોઝોમ્સનો પણ ઉલ્લેખ છે, અને નપુંસક સંતાનનો પણ હળવો ઉલ્લેખ છે.
ॐ पञ्चात्मकं पञ्चसु वतर्मानं षडाश्रयं षडगुणयोगयुक्तम् ।
तत्सप्तधातु त्रिमलं द्वियोनि चतुर्विर्धाहारमयं शरीरं भवति॥ મંત્ર -૧ ની બે પંકતિ.
શરીર પંચતત્વથી બનેલ છે, પાંચ તત્વથી (સ્ટેટ) વિદ્યામન(અસ્તિત્વ) છે. ષડરસનાં આધાર પર ષડ ગુણો સાથે જોડાયેલ છે. જેમાં સાતધાતુ, ત્રણઅશુદ્ધિ, બે લિંગ/યોનિ અને ચાર આહાર. અહીં, આર્યાવર્તનાં પ્રાકૃત વિજ્ઞાન અનુસાર શરીરની વ્યાખ્યા દર્શાવી છે. પછીનાં શ્લોકોમાં પાંચ તત્વ, ષડગુણ, ષડરસ, ત્રિમલ, દ્વિયોની ચાર આહાર અંગે પ્રશ્નોતરી છે.
ऋतुकाले संप्रयोगादेकरात्रोषितं किललं भवति
सरात्रोषितं बुद्रुदं भवित अधर्मासाभ्यन्तरेण पिण्डो
भवित मासाभ्यन्तरेण कठिनो भवित मासद्वयेन शिरः
संपद्यते मासत्रयेण पादूवेशो भवति ।
अथ चतुर्थे मासे जठरकटिप्रदेशो भवति ।
पञ्चमे मासे पृष्ठवंशो भवति ।
षष्ठे मासे मुखनासिकाक्षिश्रोत्राणि भवन्ति ।
सप्तमे मासे जीवेन संयुक्तो भवति ।
अष्टमे मासे सर्वसंपूर्णो भवति ।
पितु रेतोऽतिरिक्त्तात पुरुषो भवति ।
मातुः रेतोऽतिरिक्तात्स्त्रियो भवन्त्युभयोर्बीजतुल्यत्वान्नपुंसको भवति ।
___મંત્ર -૩ ની પંક્તિઓ
જો પિતુ-રેત વધુ બળવાન હોય, તો તે પુરુષ બને છે; જો માતુ-રેત મજબૂત હોય, તો તે સ્ત્રી બને છે. જો બીજ સમાન હોય, તો તે નપુંસક થશે. અહીં રેત એટલે ક્રોમોઝોમ. પુરુષનાં શુક્રાણુમાં બન્ને ક્રોમોઝમ હોય છે. મોટા ભાગનાં અનુવાદકો રેતને બીજનો પર્યાય માની લીધો છે, આથી અર્થઘટન બદલાય જાય છે. જયારે આ ઉપનિષદમાં સ્ત્રી પુરુષનાં માટે, બીજા મંત્રની પાંચમી પંક્તિમાં शुक्रशोणितसंयोगादावतर्ते गर्भो ह्रदि व्ययवस्थां नयति ।
પુરુષ બીજ અને સ્ત્રી બીજ માટે શુક્ર-શોણિત જેવો શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રીજા મંત્રમાં રેત શબ્દ છે. આ એક વૈદિક/આયુર્વેદ મેડિકલ પારિભાષિક શબ્દ છે. જેનો અર્થ ક્રોમોઝોમ જેવો થાય છે. શબ્દકોશમાં સામાન્ય રીતે બીજનો પર્યાય દર્શાવ્યો છે. X Y માટે માતુ અને પિતુ શબ્દનો પ્રયોગ કર્યો છે.
ત્રીજા મંત્રમાં નપુંસક સંતાનની સાથે હિનાંગ અને બેલડા સંતાનોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે આપણે આધાન કુંડલીમાં સવિસ્તાર પરિચય મેળવ્યો છે.
ઋષિ પિપ્પલાદનો સમય ગાળો, ઈસા પૂર્વે ૧૨૦૦૦ વર્ષ. આ સમયે આપણે કેટલા અગ્ર હતાં તેની કલ્પના જ કરવી રહી. સ્ત્રીબીજ, શુક્રાણુ, ભ્રૂણ, ગર્ભ, પ્રસવ, આર્તવ ને સંબંધિત અનેક પ્રતિમા તેમજ મંદિરો પણ છે. તેનો પરિચય આગામી અંકમાં.
પં.ડો. હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment