Saturday, February 10, 2018

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ?

આવતાં દસ–પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને ‘પ્રમોશન’ મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે.

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે.
હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર ! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી. ડૉક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જડે છે :‘સમજનેવાલે સમજ ગયે હૈ, ના સમજે વો અનાડી હૈ.’
પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડુ હોય છે. ટી.વી. પર ક્રીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને હળવા હલનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓફીસની ખુરશીમાં કલાકો સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગૃહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજુરણને દબડાવતી રહે છે. હાડકું નમાવવું જ ન પડે તેવી દીનચર્યા અને ઘરચર્યા બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજુરને ડાયાબીટીસ થતો નથી. ડાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મૉપેડ દોડાવતાં થયાં. નાની વયે હૃદયરોગ થાય તેની તૈયારીઓ થઈ રહી છે. ઘણાખરા રોગોના મુળમાં પગનો ગૌરવભંગ રહેલો છે.
માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ હોય છે. પંજાબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરુ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાફડા ! બીજે દીવસે પેટ બગડે છે. ફાડાની લાપસી આઉટ ઓફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અડધું કરી નાખે અને ચાવવાનું બમણું કરી નાખે, તો મૅડીકલ સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરુર પુછે : ‘વારંવાર ડૉકટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?’ માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મીક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં ‘ધર્મસાધનમ્’ ગણ્યું છે !

ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી.
દીવસમાં એકાદ વખત માણસે હાંફવું પડે એવું કોઈ કામ કરવું જોઈએ. ઝડપથી ચાલવામાં કે ધીમેથી દોડવામાં ફેફસાંનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શ્વાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુબંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.
રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે, –એવું કોણ માનશે ? નાની મોટી છેતરપીંડી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે ? નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રીકેટનો સ્કોર ગણનારો કે ફુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુઠું બોલ્યો ? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો–લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: ‘ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.’ માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું. ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને ‘પ્રામાણીકતા–ઉપચાર પદ્ધતી’ કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વસ્થ આદમીનું લક્ષણ નથી. દ્વેષ રોગજનક છેં. ઈર્ષ્યા રોગજનેતા છે. દગાબાજી કરનાર પોતાના મન પર બહુ મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેઠું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તીત્વ હચમચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્યલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને છોડીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાજીથી મોટું કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં થોડુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.

થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનક્રીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શકય જ નથી. દીનચર્યા આપણી સ્વપ્નચર્યા (ઉંઘ) ની  ગુણવત્તા નકકી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુબ્જા કહી છે. કુબ્જા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુબ્જા કૃષ્ણને શરણે ગઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી; પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કૈકેયીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.
: પાઘડીનો વળ છેડે :
મારા હાથમાં અત્યારે જોનાથન ગ્રીન દ્વારા સંપાદીત સુંદર સુવાકયોનું પુસ્તક 'ધ પેન ડીક્શનરી ઓફ કૉન્ટેમ્પરરી કવોટેશન્સ’ છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને ઈંદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર ઝીણાભાઈ નાવીકનું એક વીધાન આવા આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા ઝીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:
‘તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ;
તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.’

-ગુણવંત શાહ

Sunday, December 10, 2017

છેલ્લું પાંદડું (ધ લાસ્ટ લીફ)

એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી.
આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો આવતા હતા.
અહીં લાલ ઈંટોથી બનેલા ત્રણ માળના જૂના મકાનમાં બે સખીઓ રહેતી હતી.
એકનું નામ સુ અને બીજીનું નામ જોન્સી. બંને યુવાન હતી. બંને આર્ટીસ્ટ હતી.
બંને આર્ટીસ્ટ હોઈ બંનેના રસ એકસમાન હતા. તેમણે ચિત્રો દોરવા માટે ઉપરના માળે એક સ્ટુડિયો પણ બનાવ્યો હતો.

૧૯મી સદીનાં વર્ષોની આ વાત છે. નવેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડી.
એ વખતે ન્યુમોનિયા એક જીવલેણ રોગ ગણાતો. આખીયે કોલોનીના અનેક લોકો ન્યુમોનિયાના ભોગ બન્યા.
સખત ઠંડીના કારણે વૃક્ષો પણ સુકાવાં લાગ્યાં. જોન્સીને પણ તાવ આવ્યો.
તેને ન્યુમોનિયા થઈ ગયો. તે પથારીવશ થઈ ગઈ.
દિવસે દિવસે તે વધુ ને વધુ નબળી થતી ગઈ.
ડોક્ટરે નિદાન કર્યું. "તેને બચાવવામાં દસમાંથી એક જ ચાન્સ છે."

સુ બોલી, “પણ હજુ તે એના જીવનનું એક સુંદર પેઇન્ટિંગ બનાવવા માગે છે.”

ડોક્ટરે બહુ આશાવાદ પ્રગટ ન કર્યો. ડોક્ટરના ગયા બાદ સુ એના સ્ટુડિયોમાં ગઈ અને રડવા લાગી.
એ પાછી જોન્સીના રૂમમાં આવી. બીમાર જોન્સી રજાઈ ઓઢીને સૂતેલી હતી.
જોન્સીની સામે જ એક ડ્રોઇંગ બોર્ડ મૂકી એક ચિત્ર દોરવા લાગી,
પણ એને લાગ્યું કે બીમાર જોન્સી ધીમેથી કંઈક બોલી રહી છે.
એણે જોયું તો પથારીમાં સૂતેલી જોન્સીની આંખો ખુલ્લી હતી.
તેની નજર બારીની બહાર સ્થિર થયેલી હતી. તે કંઈક ગણી રહી હતી. જોન્સી બોલી. “બાર.”

અને થોડી વાર પછી બોલી. “અગિયાર, દસ, નવ, આઠ અને સાત.”

સુ વિચારમાં પડી ગઈ. જોન્સી બારીની બહાર જોતાં જોતાં કંઈક ગણી રહી હતી.
બારીની બહાર લગભગ ચાલીસેક ફૂટ દૂર લાલ ઈંટોવાળું એક બીજું મકાન હતું.
બારીની બહાર દેખાતા એ મકાનની લાલ ઈંટો પર એક વેલો હતો.
નીચે મૂળમાંથી બહાર આવેલા વેલા પર થોડાંક જ પાંદડાં હતાં. કેટલાંક લીલાં અને કેટલાંક ઠંડીને કારણે પીળાં પડી ગયેલાં અને ખરવાની તૈયારીમાં હતાં,
કારણ કે હવે પાનખરની તૈયારી હતી.

સુએ જોન્સીને પૂછયું. “ડિયર, તું શું ગણી રહી છે?”

જોન્સી બોલી. “છ.”

સુએ પૂછયું. “શું?”

જોન્સી પથારીમાં પડયાં પડયાં જ બહારની દીવાલના વેલાને જોતાં જોતાં બોલી.
“એ પાંદડાં જલદી જલદી ખરી રહ્યાં છે.
ત્રણ દિવસ પહેલાં એ વેલા પર સો જેટલાં પાંદડાં હતાં. હવે માત્ર પાંચ જ બચ્યાં છે.”
“પાંચ જ? પણ એનો મતલબ શું, ડિયર?”

જોન્સી બોલી.
“જો, સુ! સામેના મકાનની દીવાલ પર નાનકડો વેલો છેને! તેની પર હવે પાંચ જ પાંદડાં બચ્યાં છે. મને લાગે છે કે
એના ખરતાં પાંદડાંની જેમ મારું પણ જીવન ટૂંકાઈ રહ્યું છે. એનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હુંપણ આ જગતમાંથી વિદાય લઈશ.
હું હવે લાંબું જીવવાની નથી એ વાત ત્રણ દિવસથી જાણું છું. તને ડોક્ટરે પણ આવી જ વાત કરી હતીને?”

સુ બોલી. “ડિયર, આવી અર્થહીન વાત ન કર. પાંદડાં ખરવાને અને તારી જીવનદોરી વચ્ચે કોઈ જ સંબંધ નથી.
ડોક્ટરે તો એમ જ કહ્યું હતું કે, આવા કેસમાં બચવાનો ચાન્સ દસમાંથી એક છે અને તે એક તું કેમ ન હોઈ શકે?”

પણ જોન્સી તેની ધારણામાં અડગ રહી.
બીજા દિવસે સવારે ઊઠી ત્યારે પણ તેની નજર બારીની બહાર સામેની દીવાલ પર ઊગેલા વેલા પર જ હતી.
તે બોલી. “હવે ચાર જ પાંદડાં બચ્યાં છે, જો સુ!”

સુ બોલી. “મહેરબાની કરીને તું તારી આંખો બંધ રાખ અને બારીની બહાર જોવાનું બંધ કરી દે.”

પણ જોન્સી તો આખો દિવસ બારીની બહાર સામેની દીવાલ પરના વેલાને એકીટસે જોઈ જ રહેતી.

જોન્સીએ સુની વાત ન માની એટલે એણે એ જ મકાનના નીચેના ભાગમાં રહેતા બેરહમાન નામના એક વૃદ્ધ આર્ટીસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું.
વૃદ્ધ બેરહમાન પણ એક પેઇન્ટર હતો. તે માઇકલ એન્જેલો જેવી સફેદ લાંબી દાઢી ધરાવતો હતો.
તે છેલ્લાં ચાલીસ વર્ષથી પેઇન્ટિંગ કરતો હતો,
પરંતુ તે એક નિષ્ફળ આર્ટીસ્ટ હતો. તે તેના જીવનમાં જિંદગીનું એક શ્રેષ્ઠ ચિત્ર બનાવવા માંગતો હતો.
તેનું આ સ્વપ્ન હજુ અધૂરું હતું. તે બિચારો આ કોલોનીમાં આવતા યુવાન ચિત્રકારો માટે મોડલ બનીને ગુજારો કરતો હતો.
સુએ એ વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને ઉપર બોલાવી જોન્સીને રાજી કરવા તેની સામે જ ડ્રોઇંગબોર્ડ મૂકી વૃદ્ધ બેરહમાનનો મોડલ તરીકે ઉપયોગ કરવા નક્કી કર્યું.
એ જ્યારે પણ કોઈને મળતો ત્યારે કહેતો કે,
“મારે એક સર્વશ્રેષ્ઠ માસ્ટરપીસ-ચિત્ર જગતને આપવાનું બાકી છે.”

વૃદ્ધ આર્ટીસ્ટને તે જ મકાનના ઉપરના માળે રહેતી બંને ચિત્રકાર યુવતીઓ માટે લાગણી હતી,
પણ તે આખો દિવસ જીન પીધા કરતો. ખાંસતો રહેતો.
સુએ વૃદ્ધ બેરહમાનને કહ્યું,
“મારી સખી જોન્સી બીમાર છે. એનો જીવ બારીમાંથી દેખાતા વેલા પર ચોંટયો છે. તે કહે છે કે, એ વેલા પરનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.”

તે બોલ્યો, “આવું વિચારવું તે મૂર્ખામી છે. કોઈ વ્યક્તિના જીવનને અને પાંદડાંને શું સંબંધ હોઈ શકે?”

સુ બોલી. “પણ જોન્સી હવે બહુ જ અશક્ત થઈ ગઈ છે. તે ઊભી પણ થઈ શકતી નથી.
તે બહુ જ બીમાર છે. સખત તાવના કારણે તેના દિમાગ પર અસર થઈ ગઈ છે અને એ કારણે આવી વિચિત્ર વાતો કરે છે.”

સુ વૃદ્ધ આર્ટીસ્ટને લઈ ઉપર ગઈ.
જોન્સી સૂતેલી હતી. તેની નજર બારીની બહારની દીવાલ પર હતી.
સુએ બેરહમાનને બારીની બહાર સામેની દીવાલ પરનો વેલો દર્શાવ્યો.
હવે માત્ર એક જ છેલ્લું પાંદડું બચ્યું હતું. બંને કંઈ પણ બોલ્યા વિના એકબીજાની સામે જોઈ રહ્યાં.
હવે સાંજ પડવા આવી હતી. ઠંડી પણ વધી રહી હતી.
બહાર સુસવાટાભર્યો પવન શરૂ થઈ ગયો. વાવાઝોડા સાથે વરસાદ આવે તેવી શક્યતા હતી.
વૃદ્ધ બેરહમાને જોયું તો સુ ડરી ગઈ હતી.
રાતના વાવાઝોડામાં સામેની દીવાલ પરનું પાંદડું ટકી રહે તેવી કોઈ શક્યતા નહોતી.
વૃદ્ધ બેરહમાન તેને સાંત્વના આપી નીચે જતો રહ્યો.
જોન્સી પણ હવે આંખો બંધ કરીને તંદ્રાવસ્થામાં ચાલી ગઈ હતી. સહેજ સળવળાટ થતાં
જોન્સી બોલી. “હવે છેલ્લું પાંદડું બચ્યું છે. મને લાગે છે કે આજે રાત્રે જે એ ખરી પડશે અને રાત્રે જ હું મૃત્યુ પામીશ.”

સુ રડી પડી. તે બોલી, “ઓહ ડિયર, ડિયર તું ચિંતા ન કર. તું મારી તો ચિંતા ન કર. તું નહીં હોય તો હું શું કરીશ?”

જોન્સીએ કોઈ જ જવાબ આપ્યો નહીં. તે હવે એક લાંબી યાત્રા પર જવા તૈયાર હતી.
તેના ચહેરા પરથી લાગતું હતું કે, તેનાં દિલોદિમાગ પર સવાર થયેલી કલ્પનામાંથી તે બહાર આવી શકે તેમ નહોતી.

વૃદ્ધ આર્ટીસ્ટ પણ નીચે ચાલ્યો ગયો. એ રાત્રે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું.
બહાર જોશભેર વરસાદ વરસવા લાગ્યો.
વીજળીના ચમકારા થવા લાગ્યા.
પવનના સુસવાટાથી બારીઓ પણ ધ્રૂજવા લાગી હતી.
રાત ભયાનક તોફાન સાથે પસાર થઈ ગઈ. સવાર પડી. તોફાન શમી ગયું હતું.
વરસાદ બંધ થઈ ગયો હતો. જોન્સીએ આંખો ખોલી હતી.
તેની નજર હજુ બારીની બહાર જ હતી.
બારીની પેલે પાર સામેની દીવાલ પરના વેલા પર એક પાંદડું હજુ યથાવત્ હતું.
એણે સુને બોલાવી. સુ દોડીને જોન્સી પાસે ગઈ.
જોન્સી બોલી. “જો સુ! પેલું પાંદડું હજુ ખર્યું નથી. હું બહુ જ ખરાબ યુવતી હોઈશ જેથી પાંદડું ખર્યું નથી. હું મૃત્યુ પામી નહીં,કારણ કે મારું કોઈ પાપ હશે.”

સુએ જોયું તો બારીની બહાર સામેની દીવાલ પર ચોંટેલા વેલા પર છેલ્લું પાંદડું હજુ યથાવત્ હતું.
જોન્સી બોલી. “હવે મને ઓશિકું આપ, મારે બેઠા થવું છે. તું દૂધ ગરમ કર. મારે તને રસોઈ બનાવતી નિહાળવી છે.”

જોન્સી હવે બચી ગઈ હતી. તે બોલી. “હવે મને લાગે છે કે હવે હું બે ઓફ નેપલ્સનું પેઇન્ટિંગ બનાવી શકીશ.”

બપોરે ડોક્ટર આવ્યા. તેમણે જોન્સીને તપાસીને કહ્યું, “જોન્સી બચી ગઈ છે.
તારી સારી સારવારને કારણે જ એ બચી છે, પણ હવે મારે તમારી નીચે રહેતા વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને તપાસવા જવું છે.
ગઈકાલે તેને સખત ન્યુમોનિયા હતો. મેં ગઈકાલે એને તપાસ્યો હતો. તે અત્યંત વૃદ્ધ અને અશક્ત હતો.
તેને ન્યુમોનિયાનો ભારે મોટો હુમલો થયો હતો. તે બચી શકે તેમ નથી.”

બીજા દિવસે ડોક્ટરે આવીને જોન્સીને તપાસી જાહેર કર્યું કે, “જોન્સીને હવે કોઈ ભય નથી.”

પરંતુ બપોર બાદ સુ જોન્સી પાસે આવી અને ધીમેથી બોલી.
“જોન્સી, મારે તને એક દુઃખદ સમાચાર આપવાના છે.
વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનનું ન્યુમોનિયાને કારણે આજે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે.
તે બે દિવસથી બીમાર હતો. પાડોશીઓએ કહ્યું કે,
આજે સવારે એ લોકોએ બેરહમાનને ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોમાં જોયો હતો.બહાર ભયંકર ઠંડી હતી ત્યારે તેે એક ફાનસ લઈને ગયો હતો.
કોઈને ખબર નહોતી કે તે રાત્રે ફાનસ લઈને બહાર કેમ નીકળ્યો હતો.
છેક સવારે જોયું તો એક નિસરણી લઈને સામેની દીવાલ પાસે ગયો હતો.
દીવાલ પાસે પેઇન્ટનો ડબ્બો અને કેટલાંક બ્રશ પડયાં હતાં.
ડબ્બામાંથી લીલો અને પીળો મિક્સ કરેલો રંગ હતો અને જોન્સી! તું સામેની દીવાલ પર જે પાંદડું જોઈ રહી છે તે પવન છતાં જરાયે હાલતું નથી.”

જોન્સીએ ફરી ધ્યાનપૂર્વક બારીની બહાર લાલ ઈંટોવાળી દીવાલ પર જોયું તો વેલા પર દેખાતું એક પાંદડું સ્થિર હતું. અલબત્ત,તે અદ્દલ પાંદડાં જેવું જ લાગતું હતું.

સુ બોલી. “જોન્સી ર્ડાિંલગ! વૃદ્ધ આર્ટીસ્ટ આખી જિંદગીમાં જે ન કરી શક્યો તે ગઈકાલે રાત્રે એણે કરી લીધું.
બેરહમાને ગઈ આખી રાત ભયંકર તોફાનમાં બહાર રહીને ફાનસના અજવાળે તને બચાવવા છેલ્લું પાંદડું પેઇન્ટ કરી દીધું
અને તેણે કાતિલ ઠંડીમાં અને ન્યુમોનિયાની હાલતમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું હતું.”

-ઓ હેન્રી

Saturday, December 2, 2017

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો.

થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી.

મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...
અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો.

પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.

"મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત.

શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખાઇશ ? છોકરાને શું ખવડાવીશ ?"...

*તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે*," શેઠ...*સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે*..

જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)...

જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...

શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!

खबर नहीं है पल की....!!
और...
बात
करत है कल की...!!

ધર્મ કોઈ પણ હોય સાથે તો પાંચ આઁગળીયે કરેલા પુન્ય જ આવશે

Unknown

Monday, November 27, 2017

जब मेरी मृत्यु होगी - ओशो

जब मेरी मृत्यु होगी तो आप मेरे रिश्तेदारो से मिलने आएगे और मुझे पता भी नही चलेगा, तो अभी आ जाओ ना मुझ से मिलने।

जब मेरी मृत्यु होगी तो आप मेरे सारे गुनाह माफ कर देंगे जिसका मुझे पता भी नही चलेगा, तो आज ही माफ कर दो ना।

जब मेरी मृत्यु होगी तो आप मेरी कद्र करेंगे और मेरे बारे में अच्छी बातें कहेंगे, जिसे मैं नहीं सुन सकूँगा, तो अभी कहे दो ना।

जब मेरी मृत्यु होगी तो आपको लगेगा कि इस इंसान के साथ और वक़्त बिताया होता तो अच्छा होता, तो आज ही आओ ।

इसीलिए कहता हूं कि इंतजार मत करो इंतजार करने में कभी कभी बहुत देर हो जाती है.!
इस लिये मिलते रहो....
माफ कर दो....
या माफी मांग लो.

જાણવા જેવું....

📖 આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
************************
📜 કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
************************
⛲ આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************
📚 આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************
🍚 પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
🌌 પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
👌 ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
**********************
🌀 ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
🌁 ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
🌊 સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************
🌅 સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
🗿 ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
***********************
🐋🐄🐍 ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
👴👨👦👳 ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
🚩 ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
👺 ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
🏡 ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
💎 અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
👥 પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
♈ ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
🌈  નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
🌠 ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક. 

Wednesday, November 1, 2017

शिवापराधक्षमापनस्तोत्रम्

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं
प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः।
लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं
तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना।।

- शिवापराधक्षमापनस्तोत्रम्

प्रतिदिन आयु नष्ट हो रही है, यौवन का क्षय हो रहा है।
बीता हुआ दिन फिर वापस नहीं आता, काल संसार का भक्षक है।
लक्ष्मी (धन-संपत्ति) जल की तरंग-भंग की भांति चपला है, जीवन विद्युत के समान क्षणभंगुर है।
इसलिए, आप जो सभी को शरण देते हैं, अब इस शरणागत की रक्षा कीजिए।