* 'કેમ છો' કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
* નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળો.
* દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ
સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ઘંટડી (રિંગ) વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત
કરો.
* શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સિદ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ઘરડાં માણસો સાથે ખૂબ સૌજન્યથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* બચત કરવાની શિસ્ત પાળો.
* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનવાનો પ્રયત્ન કરો.યાદ
રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમને ઉષ્માપૂર્ણ ભેટવાનું ભૂલશો
નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
* ઘર પોસાય એટલી કિંમતનું જ લેવું.
* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતાં આવડવું જ જોઇએ
* જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો....!!!
No comments:
Post a Comment