એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી
હશે.
ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી
હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી
હશે.
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.
શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી
હશે.
ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે
તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
No comments:
Post a Comment