Sunday, December 10, 2017

છેલ્લું પાંદડું (ધ લાસ્ટ લીફ)

એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી.
આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો આવતા હતા.
અહીં લાલ ઈંટોથી બનેલા ત્રણ માળના જૂના મકાનમાં બે સખીઓ રહેતી હતી.
એકનું નામ સુ અને બીજીનું નામ જોન્સી. બંને યુવાન હતી. બંને આર્ટીસ્ટ હતી.
બંને આર્ટીસ્ટ હોઈ બંનેના રસ એકસમાન હતા. તેમણે ચિત્રો દોરવા માટે ઉપરના માળે એક સ્ટુડિયો પણ બનાવ્યો હતો.

૧૯મી સદીનાં વર્ષોની આ વાત છે. નવેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડી.
એ વખતે ન્યુમોનિયા એક જીવલેણ રોગ ગણાતો. આખીયે કોલોનીના અનેક લોકો ન્યુમોનિયાના ભોગ બન્યા.
સખત ઠંડીના કારણે વૃક્ષો પણ સુકાવાં લાગ્યાં. જોન્સીને પણ તાવ આવ્યો.
તેને ન્યુમોનિયા થઈ ગયો. તે પથારીવશ થઈ ગઈ.
દિવસે દિવસે તે વધુ ને વધુ નબળી થતી ગઈ.
ડોક્ટરે નિદાન કર્યું. "તેને બચાવવામાં દસમાંથી એક જ ચાન્સ છે."

સુ બોલી, “પણ હજુ તે એના જીવનનું એક સુંદર પેઇન્ટિંગ બનાવવા માગે છે.”

ડોક્ટરે બહુ આશાવાદ પ્રગટ ન કર્યો. ડોક્ટરના ગયા બાદ સુ એના સ્ટુડિયોમાં ગઈ અને રડવા લાગી.
એ પાછી જોન્સીના રૂમમાં આવી. બીમાર જોન્સી રજાઈ ઓઢીને સૂતેલી હતી.
જોન્સીની સામે જ એક ડ્રોઇંગ બોર્ડ મૂકી એક ચિત્ર દોરવા લાગી,
પણ એને લાગ્યું કે બીમાર જોન્સી ધીમેથી કંઈક બોલી રહી છે.
એણે જોયું તો પથારીમાં સૂતેલી જોન્સીની આંખો ખુલ્લી હતી.
તેની નજર બારીની બહાર સ્થિર થયેલી હતી. તે કંઈક ગણી રહી હતી. જોન્સી બોલી. “બાર.”

અને થોડી વાર પછી બોલી. “અગિયાર, દસ, નવ, આઠ અને સાત.”

સુ વિચારમાં પડી ગઈ. જોન્સી બારીની બહાર જોતાં જોતાં કંઈક ગણી રહી હતી.
બારીની બહાર લગભગ ચાલીસેક ફૂટ દૂર લાલ ઈંટોવાળું એક બીજું મકાન હતું.
બારીની બહાર દેખાતા એ મકાનની લાલ ઈંટો પર એક વેલો હતો.
નીચે મૂળમાંથી બહાર આવેલા વેલા પર થોડાંક જ પાંદડાં હતાં. કેટલાંક લીલાં અને કેટલાંક ઠંડીને કારણે પીળાં પડી ગયેલાં અને ખરવાની તૈયારીમાં હતાં,
કારણ કે હવે પાનખરની તૈયારી હતી.

સુએ જોન્સીને પૂછયું. “ડિયર, તું શું ગણી રહી છે?”

જોન્સી બોલી. “છ.”

સુએ પૂછયું. “શું?”

જોન્સી પથારીમાં પડયાં પડયાં જ બહારની દીવાલના વેલાને જોતાં જોતાં બોલી.
“એ પાંદડાં જલદી જલદી ખરી રહ્યાં છે.
ત્રણ દિવસ પહેલાં એ વેલા પર સો જેટલાં પાંદડાં હતાં. હવે માત્ર પાંચ જ બચ્યાં છે.”
“પાંચ જ? પણ એનો મતલબ શું, ડિયર?”

જોન્સી બોલી.
“જો, સુ! સામેના મકાનની દીવાલ પર નાનકડો વેલો છેને! તેની પર હવે પાંચ જ પાંદડાં બચ્યાં છે. મને લાગે છે કે
એના ખરતાં પાંદડાંની જેમ મારું પણ જીવન ટૂંકાઈ રહ્યું છે. એનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હુંપણ આ જગતમાંથી વિદાય લઈશ.
હું હવે લાંબું જીવવાની નથી એ વાત ત્રણ દિવસથી જાણું છું. તને ડોક્ટરે પણ આવી જ વાત કરી હતીને?”

સુ બોલી. “ડિયર, આવી અર્થહીન વાત ન કર. પાંદડાં ખરવાને અને તારી જીવનદોરી વચ્ચે કોઈ જ સંબંધ નથી.
ડોક્ટરે તો એમ જ કહ્યું હતું કે, આવા કેસમાં બચવાનો ચાન્સ દસમાંથી એક છે અને તે એક તું કેમ ન હોઈ શકે?”

પણ જોન્સી તેની ધારણામાં અડગ રહી.
બીજા દિવસે સવારે ઊઠી ત્યારે પણ તેની નજર બારીની બહાર સામેની દીવાલ પર ઊગેલા વેલા પર જ હતી.
તે બોલી. “હવે ચાર જ પાંદડાં બચ્યાં છે, જો સુ!”

સુ બોલી. “મહેરબાની કરીને તું તારી આંખો બંધ રાખ અને બારીની બહાર જોવાનું બંધ કરી દે.”

પણ જોન્સી તો આખો દિવસ બારીની બહાર સામેની દીવાલ પરના વેલાને એકીટસે જોઈ જ રહેતી.

જોન્સીએ સુની વાત ન માની એટલે એણે એ જ મકાનના નીચેના ભાગમાં રહેતા બેરહમાન નામના એક વૃદ્ધ આર્ટીસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું.
વૃદ્ધ બેરહમાન પણ એક પેઇન્ટર હતો. તે માઇકલ એન્જેલો જેવી સફેદ લાંબી દાઢી ધરાવતો હતો.
તે છેલ્લાં ચાલીસ વર્ષથી પેઇન્ટિંગ કરતો હતો,
પરંતુ તે એક નિષ્ફળ આર્ટીસ્ટ હતો. તે તેના જીવનમાં જિંદગીનું એક શ્રેષ્ઠ ચિત્ર બનાવવા માંગતો હતો.
તેનું આ સ્વપ્ન હજુ અધૂરું હતું. તે બિચારો આ કોલોનીમાં આવતા યુવાન ચિત્રકારો માટે મોડલ બનીને ગુજારો કરતો હતો.
સુએ એ વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને ઉપર બોલાવી જોન્સીને રાજી કરવા તેની સામે જ ડ્રોઇંગબોર્ડ મૂકી વૃદ્ધ બેરહમાનનો મોડલ તરીકે ઉપયોગ કરવા નક્કી કર્યું.
એ જ્યારે પણ કોઈને મળતો ત્યારે કહેતો કે,
“મારે એક સર્વશ્રેષ્ઠ માસ્ટરપીસ-ચિત્ર જગતને આપવાનું બાકી છે.”

વૃદ્ધ આર્ટીસ્ટને તે જ મકાનના ઉપરના માળે રહેતી બંને ચિત્રકાર યુવતીઓ માટે લાગણી હતી,
પણ તે આખો દિવસ જીન પીધા કરતો. ખાંસતો રહેતો.
સુએ વૃદ્ધ બેરહમાનને કહ્યું,
“મારી સખી જોન્સી બીમાર છે. એનો જીવ બારીમાંથી દેખાતા વેલા પર ચોંટયો છે. તે કહે છે કે, એ વેલા પરનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.”

તે બોલ્યો, “આવું વિચારવું તે મૂર્ખામી છે. કોઈ વ્યક્તિના જીવનને અને પાંદડાંને શું સંબંધ હોઈ શકે?”

સુ બોલી. “પણ જોન્સી હવે બહુ જ અશક્ત થઈ ગઈ છે. તે ઊભી પણ થઈ શકતી નથી.
તે બહુ જ બીમાર છે. સખત તાવના કારણે તેના દિમાગ પર અસર થઈ ગઈ છે અને એ કારણે આવી વિચિત્ર વાતો કરે છે.”

સુ વૃદ્ધ આર્ટીસ્ટને લઈ ઉપર ગઈ.
જોન્સી સૂતેલી હતી. તેની નજર બારીની બહારની દીવાલ પર હતી.
સુએ બેરહમાનને બારીની બહાર સામેની દીવાલ પરનો વેલો દર્શાવ્યો.
હવે માત્ર એક જ છેલ્લું પાંદડું બચ્યું હતું. બંને કંઈ પણ બોલ્યા વિના એકબીજાની સામે જોઈ રહ્યાં.
હવે સાંજ પડવા આવી હતી. ઠંડી પણ વધી રહી હતી.
બહાર સુસવાટાભર્યો પવન શરૂ થઈ ગયો. વાવાઝોડા સાથે વરસાદ આવે તેવી શક્યતા હતી.
વૃદ્ધ બેરહમાને જોયું તો સુ ડરી ગઈ હતી.
રાતના વાવાઝોડામાં સામેની દીવાલ પરનું પાંદડું ટકી રહે તેવી કોઈ શક્યતા નહોતી.
વૃદ્ધ બેરહમાન તેને સાંત્વના આપી નીચે જતો રહ્યો.
જોન્સી પણ હવે આંખો બંધ કરીને તંદ્રાવસ્થામાં ચાલી ગઈ હતી. સહેજ સળવળાટ થતાં
જોન્સી બોલી. “હવે છેલ્લું પાંદડું બચ્યું છે. મને લાગે છે કે આજે રાત્રે જે એ ખરી પડશે અને રાત્રે જ હું મૃત્યુ પામીશ.”

સુ રડી પડી. તે બોલી, “ઓહ ડિયર, ડિયર તું ચિંતા ન કર. તું મારી તો ચિંતા ન કર. તું નહીં હોય તો હું શું કરીશ?”

જોન્સીએ કોઈ જ જવાબ આપ્યો નહીં. તે હવે એક લાંબી યાત્રા પર જવા તૈયાર હતી.
તેના ચહેરા પરથી લાગતું હતું કે, તેનાં દિલોદિમાગ પર સવાર થયેલી કલ્પનામાંથી તે બહાર આવી શકે તેમ નહોતી.

વૃદ્ધ આર્ટીસ્ટ પણ નીચે ચાલ્યો ગયો. એ રાત્રે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું.
બહાર જોશભેર વરસાદ વરસવા લાગ્યો.
વીજળીના ચમકારા થવા લાગ્યા.
પવનના સુસવાટાથી બારીઓ પણ ધ્રૂજવા લાગી હતી.
રાત ભયાનક તોફાન સાથે પસાર થઈ ગઈ. સવાર પડી. તોફાન શમી ગયું હતું.
વરસાદ બંધ થઈ ગયો હતો. જોન્સીએ આંખો ખોલી હતી.
તેની નજર હજુ બારીની બહાર જ હતી.
બારીની પેલે પાર સામેની દીવાલ પરના વેલા પર એક પાંદડું હજુ યથાવત્ હતું.
એણે સુને બોલાવી. સુ દોડીને જોન્સી પાસે ગઈ.
જોન્સી બોલી. “જો સુ! પેલું પાંદડું હજુ ખર્યું નથી. હું બહુ જ ખરાબ યુવતી હોઈશ જેથી પાંદડું ખર્યું નથી. હું મૃત્યુ પામી નહીં,કારણ કે મારું કોઈ પાપ હશે.”

સુએ જોયું તો બારીની બહાર સામેની દીવાલ પર ચોંટેલા વેલા પર છેલ્લું પાંદડું હજુ યથાવત્ હતું.
જોન્સી બોલી. “હવે મને ઓશિકું આપ, મારે બેઠા થવું છે. તું દૂધ ગરમ કર. મારે તને રસોઈ બનાવતી નિહાળવી છે.”

જોન્સી હવે બચી ગઈ હતી. તે બોલી. “હવે મને લાગે છે કે હવે હું બે ઓફ નેપલ્સનું પેઇન્ટિંગ બનાવી શકીશ.”

બપોરે ડોક્ટર આવ્યા. તેમણે જોન્સીને તપાસીને કહ્યું, “જોન્સી બચી ગઈ છે.
તારી સારી સારવારને કારણે જ એ બચી છે, પણ હવે મારે તમારી નીચે રહેતા વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને તપાસવા જવું છે.
ગઈકાલે તેને સખત ન્યુમોનિયા હતો. મેં ગઈકાલે એને તપાસ્યો હતો. તે અત્યંત વૃદ્ધ અને અશક્ત હતો.
તેને ન્યુમોનિયાનો ભારે મોટો હુમલો થયો હતો. તે બચી શકે તેમ નથી.”

બીજા દિવસે ડોક્ટરે આવીને જોન્સીને તપાસી જાહેર કર્યું કે, “જોન્સીને હવે કોઈ ભય નથી.”

પરંતુ બપોર બાદ સુ જોન્સી પાસે આવી અને ધીમેથી બોલી.
“જોન્સી, મારે તને એક દુઃખદ સમાચાર આપવાના છે.
વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનનું ન્યુમોનિયાને કારણે આજે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે.
તે બે દિવસથી બીમાર હતો. પાડોશીઓએ કહ્યું કે,
આજે સવારે એ લોકોએ બેરહમાનને ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોમાં જોયો હતો.બહાર ભયંકર ઠંડી હતી ત્યારે તેે એક ફાનસ લઈને ગયો હતો.
કોઈને ખબર નહોતી કે તે રાત્રે ફાનસ લઈને બહાર કેમ નીકળ્યો હતો.
છેક સવારે જોયું તો એક નિસરણી લઈને સામેની દીવાલ પાસે ગયો હતો.
દીવાલ પાસે પેઇન્ટનો ડબ્બો અને કેટલાંક બ્રશ પડયાં હતાં.
ડબ્બામાંથી લીલો અને પીળો મિક્સ કરેલો રંગ હતો અને જોન્સી! તું સામેની દીવાલ પર જે પાંદડું જોઈ રહી છે તે પવન છતાં જરાયે હાલતું નથી.”

જોન્સીએ ફરી ધ્યાનપૂર્વક બારીની બહાર લાલ ઈંટોવાળી દીવાલ પર જોયું તો વેલા પર દેખાતું એક પાંદડું સ્થિર હતું. અલબત્ત,તે અદ્દલ પાંદડાં જેવું જ લાગતું હતું.

સુ બોલી. “જોન્સી ર્ડાિંલગ! વૃદ્ધ આર્ટીસ્ટ આખી જિંદગીમાં જે ન કરી શક્યો તે ગઈકાલે રાત્રે એણે કરી લીધું.
બેરહમાને ગઈ આખી રાત ભયંકર તોફાનમાં બહાર રહીને ફાનસના અજવાળે તને બચાવવા છેલ્લું પાંદડું પેઇન્ટ કરી દીધું
અને તેણે કાતિલ ઠંડીમાં અને ન્યુમોનિયાની હાલતમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું હતું.”

-ઓ હેન્રી

Saturday, December 2, 2017

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો.

થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી.

મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...
અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો.

પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.

"મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત.

શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખાઇશ ? છોકરાને શું ખવડાવીશ ?"...

*તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે*," શેઠ...*સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે*..

જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)...

જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...

શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!

खबर नहीं है पल की....!!
और...
बात
करत है कल की...!!

ધર્મ કોઈ પણ હોય સાથે તો પાંચ આઁગળીયે કરેલા પુન્ય જ આવશે

Unknown

Monday, November 27, 2017

जब मेरी मृत्यु होगी - ओशो

जब मेरी मृत्यु होगी तो आप मेरे रिश्तेदारो से मिलने आएगे और मुझे पता भी नही चलेगा, तो अभी आ जाओ ना मुझ से मिलने।

जब मेरी मृत्यु होगी तो आप मेरे सारे गुनाह माफ कर देंगे जिसका मुझे पता भी नही चलेगा, तो आज ही माफ कर दो ना।

जब मेरी मृत्यु होगी तो आप मेरी कद्र करेंगे और मेरे बारे में अच्छी बातें कहेंगे, जिसे मैं नहीं सुन सकूँगा, तो अभी कहे दो ना।

जब मेरी मृत्यु होगी तो आपको लगेगा कि इस इंसान के साथ और वक़्त बिताया होता तो अच्छा होता, तो आज ही आओ ।

इसीलिए कहता हूं कि इंतजार मत करो इंतजार करने में कभी कभी बहुत देर हो जाती है.!
इस लिये मिलते रहो....
माफ कर दो....
या माफी मांग लो.

જાણવા જેવું....

📖 આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
************************
📜 કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
************************
⛲ આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************
📚 આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************
🍚 પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
🌌 પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
👌 ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
**********************
🌀 ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
🌁 ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
🌊 સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************
🌅 સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
🗿 ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
***********************
🐋🐄🐍 ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
👴👨👦👳 ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
🚩 ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
👺 ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
🏡 ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
💎 અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
👥 પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
♈ ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
🌈  નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
🌠 ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક. 

Wednesday, November 1, 2017

शिवापराधक्षमापनस्तोत्रम्

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं
प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः।
लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं
तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना।।

- शिवापराधक्षमापनस्तोत्रम्

प्रतिदिन आयु नष्ट हो रही है, यौवन का क्षय हो रहा है।
बीता हुआ दिन फिर वापस नहीं आता, काल संसार का भक्षक है।
लक्ष्मी (धन-संपत्ति) जल की तरंग-भंग की भांति चपला है, जीवन विद्युत के समान क्षणभंगुर है।
इसलिए, आप जो सभी को शरण देते हैं, अब इस शरणागत की रक्षा कीजिए।

Tuesday, October 17, 2017

कभी कभी

کبھی کبھی میرے دل میں خیال آتا ہے
کہ زندگی تری زلفوں کی نرم چھاؤں میں
گزرنے پاتی تو شاداب ہو بھی سکتی تھی

कभी कभी मेरे दिल में ख़याल आता है
कि ज़िंदगी तेरी ज़ुल्फ़ों की नर्म छाँव में
गुज़रने पाती तो शादाब हो भी सकती थी

یہ تیرگی جو مری زیست کا مقدر ہے
تری نظر کی شعاعوں میں کھو بھی سکتی تھی

ये तीरगी जो मेरी ज़ीस्त का मुक़द्दर है
तेरी नज़र की शुआ'ओं में खो भी सकती थी

عجب نہ تھا کہ میں بیگانۂ الم ہو کر
ترے جمال کی رعنائیوں میں کھو رہتا
ترا گداز بدن تیری نیم باز آنکھیں
انہی حسین فسانوں میں محو ہو رہتا

अजब न था कि मैं बेगाना-ए-अलम हो कर
तेरे जमाल की रानाइयों में खो रहता
तेरा गुदाज़-बदन तेरी नीम-बाज़ आँखें
इन्ही हसीन फ़सानों में महव हो रहता

پکارتیں مجھے جب تلخیاں زمانے کی
ترے لبوں سے حلاوت کے گھونٹ پی لیتا
حیات چیختی پھرتی برہنہ سر اور میں
گھنیری زلفوں کے سائے میں چھپ کے جی لیتا

पुकारतीं मुझे जब तल्ख़ियाँ ज़माने की
तेरे लबों से हलावत के घूँट पी लेता
हयात चीख़ती फिरती बरहना सर और मैं
घनेरी ज़ुल्फ़ों के साए में छुप के जी लेता

مگر یہ ہو نہ سکا اور اب یہ عالم ہے
کہ تو نہیں ترا غم تیری جستجو بھی نہیں
گزر رہی ہے کچھ اس طرح زندگی جیسے
اسے کسی کے سہارے کی آرزو بھی نہیں

मगर ये हो न सका और अब ये आलम है
कि तू नहीं तेरा ग़म तेरी जुस्तुजू भी नहीं
गुज़र रही है कुछ इस तरह ज़िंदगी जैसे
उसे किसी के सहारे की आरज़ू भी नहीं

زمانے بھر کے دکھوں کو لگا چکا ہوں گلے
گزر رہا ہوں کچھ انجانی رہ گزاروں سے
مہیب سائے مری سمت بڑھتے آتے ہیں
حیات و موت کے پر ہول خارزاروں سے

ज़माने भर के दुखों को लगा चुका हूँ गले
गुज़र रहा हूँ कुछ अन-जानी रहगुज़ारों से
मुहीब साए मेरी सम्त बढ़ते आते हैं
हयात ओ मौत के पुर-हौल ख़ारज़ारों से

نہ کوئی جادۂ منزل نہ روشنی کا سراغ
بھٹک رہی ہے خلاؤں میں زندگی میری
انہی خلاؤں میں رہ جاؤں گا کبھی کھو کر
میں جانتا ہوں مری ہم نفس مگر یوں ہی
کبھی کبھی مرے دل میں خیال آتا ہے

न कोई जादा-ए-मंज़िल न रौशनी का सुराग़
भटक रही है ख़लाओं में ज़िंदगी मेरी
इन्ही ख़लाओं में रह जाऊँगा कभी खो कर
मैं जानता हूँ मेरी हम-नफ़स मगर यूँही
कभी कभी मेरे दिल में ख़याल आता है

#SahirLudhianvi #IshqUrdu

Monday, October 9, 2017

ગુજરાતી શાયરી

*_ગુજરાતી સાહિત્યના_*
*_અદભુત શેર_*
_મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,_
_આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ._
*- ઓજસ પાલનપુરી*
_અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,_
_તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?_
*- અનિલ ચાવડા*
_દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,_
_મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે._
*– મરીઝ*
_જીવ હજી તો જભ્ભામાં છે,_
_ફાટી ગઈ છે જાત કબીરા._
*- ચંદ્રેશ મકવાણા*
_તારું કશું ન હોય તો છોડીને આવ તું,_
_તારું જ બધું હોય તો છોડી બતાવ તું._
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*
_આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,_
_અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી._
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*
_આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,_
_કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે._
*- રાજેન્દ્ર શુક્લ*
_હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,_
_કોક દરવાજો કરી દે બંધ તો!_
*- ચિનુ મોદી*
_જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,_
_પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?_
*- મનહર મોદી*
_પાનખર વીતી છતાં ખરતાં રહે છે_
_પાંદડાને લાગી આવ્યું પાંદડાનું._
*- ઉદયન ઠક્કર*
_શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,_
_ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!_
*- અનિલ ચાવડા*
_કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,_
_નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી._
*- જલન માતરી*
_ઘર સુધી તું આવવાની જીદ ન કર,_
_ઘર નથી નહીંતર હું ના પાડું તને?_
*- ખલીલ ધનતેજવી*
_મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,_
_ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે._
*- મનોજ ખંડેરિયા*
_ક્રોધ મારો જોઈને ડરશો નહીં,_
_પુષ્પના ડાઘા કદી પડતા નથી._
*- ચિનુ મોદી*
_ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,_
_જીભ કચડાય તો દાંત તોડાય નૈં._
*- અનિલ ચાવડા*
_ચિંતા કરવાની મેં છોડી,_
_જેવું પાણી એવી હોડી._
*- ભાવેશ ભટ્ટ*
_અફસોસ કેટલાય મને આગવા મળ્યા,_
_ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા._
*- ભરત વીંઝુડા*
_સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,_
_ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ._
*- અનિલ ચાવડા*
_શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?_
_કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી._
*- જલન માતરી*
_બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,_
_મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ._
*- મરીઝ*
_જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
_જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી._
*- મરીઝ*
_કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?_
_કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?_
*- ઉદયન ઠક્કર*
_હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,_
_પગરખાં નહીં બસ અભરખા ઉતારો._
*- ગૌરાંગ ઠાકર*
_જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,_
_એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ._
*- રાજેન્દ્ર શુક્લ*
_તમને સમય નથી અને મારો સમય નથી,_
_કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી._
*- બાપુભાઈ ગઢવી*
_રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,_
_હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી._
*- બરકત વિરાણી ‘બેફામ’*
_તફાવત એ જ છે,_
_તારા અને મારા વિષે,જાહિદ!_
_વિચારીને તું જીવે છે,_
_હું જીવીને વિચારું છું_
*- અમૃત ઘાયલ*
_જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,_
_બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં._
*- સૅફ પાલનપુરી*
_તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,_
_હું કહું છું જિંદગી ધોવાય છે._
*– શયદા*

Sunday, October 8, 2017

ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.

એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.

તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ
"ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..?
ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે."

બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો. લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા. તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો. તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્‍યો કેઃ
આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.

આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે. માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે  પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કેઃ
હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો, પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.
માટે હે માનવ આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે ત્યારે તુ તારા આત્મા ને જાણી લે. તે અનંત ગુણો થી ભરેલો છે. તેનો અનુભવ કર, તેને ભુલ નહી, તેની કીમત ભુલીને તુ તારો અમુલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે, આ સંસારમાં તુ બળી રહ્યો છે, શા માટે તુ રાખને માટે રતનને (રત્નને ) બાળી રહ્યો છે. આવો મનુષ્ય ભવ જલદી પાછો નહી મળે.

Saturday, September 30, 2017

Short story - શાંત મન

એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.

જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
એટલે -
તે માણસે તેની ઘણી શોધ કરી...
પણ,
તે ઘડીયાળ ન મળી !

તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
અને,
તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...

તેથી,
તે માણસે વિચાર કર્યો કે -
આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...

તેણે છોકરાઓને કહ્યું કે -
જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
તેને તે સરસ મજાનું ઇનામ દેશે.

આ સાંભળીને -
છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
અને,
અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...

પરંતુ,
કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !

ત્યારે,
એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
પણ,
બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !

અમીર માણસે તેની વાત માની લીધી.

તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...

થોડી વાર બાદ -
તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.

તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

તેણે છોકરાથી પૂછ્યું -
"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?

જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

છોકરાએ જવાબ આપ્યો -
"મેં કાંઈ કર્યું નથી...

બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
અને,
ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...

કેમ કે -
'વાડા' માં શાંતિ હતી...

એટલે -
મેં તેનો અવાજ સાંભળી લીધો...
અને,
તે દિશામાં જોયું !

સારાંશ -
એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
એક 'થાકેલા' મગજની તુલનામાં !

માટે -
દિવસમાં થોડા સમયના માટે...
આંખો બંધ કરીને,
શાંતિથી બેસજો !

પોતાના મસ્તકને શાંત થવા દેજો...
પછી,
જૂઓ !
તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!

કેમકે -
દરેક આત્મા -
હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
બસ,
મનને શાંત કરવુ જ 'પડકાર' છે.

આ પડકાર -
થોડું અઘરું જરૂર છે...
પણ,
'અસંભવ' જરાય નથી !!